Monday, October 15, 2018

વહાલું વતન અનોડીયા


જય માતાજી 

જય યોગેશ્વર

નમસ્કાર વહાલા વાચક મિત્રો, 
હું રાઠોડ હિતેશકુમાર ( HITU ANODIYA )

અમારા વિડીઓ જોવા માટે નીચેની લિંક ઓપન કરો.
https://www.youtube.com/channel/UCnFXuNQ7LsRsglAqUctdj9g

              ચાલો મિત્રો, આજે આપણે આપણા ગામ અનોડીયાનો પરિચય કરીએ.
તો મિત્રો આપણું ગામ અનોડીયા ઉત્તર ગુજરાતનાં પાટનગર એવા ગાંધીનગર જીલ્લાના માણસા તાલુકામાં આવેલું એક પ્રાચીનકાળનાં ભવ્ય વારસાથી ભરપૂર અને જોવાલાયક સ્થળોથી ભરપૂર સવારથી સાંજ સુધી રમણીય નજારાનું અલૌકિક દર્શન કરાવતું સ્થળ છે.

અનોડીયા ગામ બહુજ મોટું ગામ છે અને તે સાબરમતીનાં કિનારે વસેલું છે ત્યાં આજુબાજુમાં જંગલ વિસ્તાર પણ આવેલો છે. ભૂતકાળને વાગોળતાં આ જંગલોમાં નાના હતા ત્યારે બોર ખાવા જતા અને હા જયારે અનોડીયા અને પ્રાંતિજને જોડતો રોડ બન્યો નહોતો ત્યારે આ જંગલોની ભેખડોને ઓળંગીને નદી નહાવા જતાં ... ત્યારે તો ખૂબ જ મજા પડી જતી.

મને બાળપણથી જ નવી શોધખોળ કરવાનો બહુજ શોખ અને કુદરતની સર્જન કરેલી વસ્તુઓથી મને સખત પ્રેમ  તેથી  હું જયારે જયારે નદીકિનારે કે જંગલમાં ફરવા જાઉં ત્યારે જાતજાતના પથ્થર, છીપલાં,લાકડાંનાં ટૂકડા,મોરપીંછ, જંગલી વનસ્પતિઓ આ બધી વસ્તુઓ ભેગી કરતો, ખરેખર મજા આવતી એ સમય જ અલગ હતો.

            અનોડીયા ગામના હાલના સમયમાં સાત ભાગ પડ્યા છે તેથી અનોડીયા ગામનું નામ પણ ખૂબ જ પ્રખ્યાત છે અને ત્યાનું એક ધાર્મિક સ્થળ જગ વિખ્યાત છે.
અનોડીયા ગામમાં શ્રી નાગણેશ્વરી માતાજી કૂળદેવી, શ્રી મહાકાલી માતાજી , નદીના બેટવાળા શ્રી મહાકાળી માતાજી, અનોડીયા ડોડીપાળ ગામેં સાબરમતી નદીકિનારે આવેલું અતિપ્રાચીન શ્રી મહાકાળી માતાજીનું મંદિર જ્યાં દર રવિવારે ભાવિભક્તો દર્શન કરવા આવે છે અહી ચા અને સૂખડીની પ્રસાદી વહેંચવામાં આવે છે. દર વર્ષે માતાજીની અસીમ કૃપાથી પ્રતિષ્ઠાની તારીખે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે
આ સમયે ગામના તેમજ આજુબાજુના ગામના તમામ માઈભક્તો સતત ખડેપગે ઉભા રહીને સેવાનું અને પુણ્યનું કામ કરે છે તેમના પર માતાજીની હરહમેશ કૃપા રહે છે.

અનોડીયા જય માતાજી : જય માતાજી આવકારધામ
અહી પણ મહાકાલી માતાજી તેમજ શંકર ભગવાનનું મોટું મંદિર આવેલું છે
આ મંદિરની સ્થાપના જય માતાજી તથા અમારા પરમ મિત્ર હરપાલસિંહ બાપુ અને જયપાલસિંહ બાપુ દ્વારા કરવામાં આવી છે ત્યાં પણ દર વર્ષે માતાજીના ગરબા હોય છે અને પ્રસાદીનું આયોજન જય માતાજી દ્વારા કરવામાં આવે છે તેમજ મોટા નામી કલાકારોને આમંત્રિત કરીને ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે , એ સમયે બહારથી પધારેલ ભક્તોની ખ્હોબ જ ભીડ હોય છે ....

તો મિત્રો ..... અમારા ગામની મુલાકાત લો ..... સુંદર સ્થળોની મુલાકાત લઇ એ પળને જીવનની યાદગાર પળ બનાવો.
મહુડીથી 5 KM
પ્રાંતિજથી 5 KM
માણસાથી 19 KM
આવો તો વેલકમ અને જાઓ તો ફરી પાછા આવજો

                                 .... એ જય માતાજી સૌને ....

No comments:

Post a Comment

"પક્ષી બચાવો અભિયાન"

"પક્ષી બચાવો અભિયાન"  પારેવડા જીવદયા ગૃપ  ચાલો સૌ ભેગા મળી આટલું કરીએ  Yiutube ઉપર અમારા ઘણાં વિડિઓ આવે છે જોતા રહેજો.... ...